નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં અનેક સોસાયટીના
રહીશો પાલિકા તંત્રની કામગીરીથી નારાજ છે. જેના જીવતા પુરાવા વર્તમાન સમયમાં જોવા
મળી રહ્યાં છે. નડિયાદ પાલિકા તંત્ર ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય તે હેતુથી
કામગીરી શરૂ કરી હતી. તે માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે પાલિકા તંત્રએ
જાહેરાતોનો સહારો લીધો હતો. પ્રારંભિક તબક્કે આ ડોર ટે ડોર કચરાનું કલેક્શન નિયમિત રીતે થઈ રહ્યું હતું.
વર્તમાન સમયમાં નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં
અનેક રહીશો કચરાને કારણે મુશ્કેલી વેઠી રહ્યાં છે. સોસાયટીની બહાર એક્ત્ર થયેલો
કચરો રહીશોની ચિંતા વધારી રહ્યો છે. એક તરફ મચ્છરોના કારણે વધી રહેલી બિમારી અને
બીજી તરફ તંત્રની ગેરહાજરીથી રહીશો નારાજ છે.
રહીશોના મતે પ્રારંભિક તબક્કે ડોર ટુ ડોર
કચરાનું કલેક્શન નિયમિત થઈ રહ્યું હતું. અને આ બિરદાવાલયક કામગીરી હતી. પરંતુ હવે
ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવા માટે કર્મચારીઓ નિયમિત રીતે આવી રહ્યાં નથી. જેથી
ઘરના બારણે જ કચરાનો સંગ્રહ કરવો પડે છે. અને નાછૂટકે તેને બાળી મૂકવાની ફરજ પડે
છે.
આ બાબતે પોસ્ટ મારફતે પાલિકા તંત્ર અને
કલેક્ટર સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમ જાગૃત નાગિરક જણાવી રહ્યાં છે.
પરંતુ આ બાબતે સજાગતા કેળવીને ફરિયાદી નાગરિકનો કોઈ સંપર્ક થયો નથી તે વાતે દુખ
પ્રગટ કરી રહ્યાં છે.
આ બાબતે આપ શુ વિચારો છો. લખો.
Article Written By