આણંદ શહેરની ગ્રીડ ચોકડી પાસે પહેલી
ડિસેમ્બરના રોજ રાત્રે દસ વાગ્યે બાઈક ઓવરટેકની બાબતે ચાર વ્યક્તિઓએ ભેગા થઈ એક
યુવાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની
ધમકી આપતા ભારે હોહા મચી જવા પામી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, આણંદ
શહેરના વહેરાઈ માતા પાસે રહેતા જયકુમાર વિક્રમભાઈ પટેલ 1લી ડિસેમ્બરના રોજ શહેરની
ગ્રીડ ચોકડી પાસેથી પોતાનું બાઈક લઈને જઈ રહ્યાં હતાં. ત્યારે ઓવરટેક બાબતે વિશાલ બેકરીવાળાનો પુત્ર વિશાલ તેમજ જૂના
દાદરનો પૈતો, મતીન તથા પપ્પુ નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. જે દરમ્યાન
બોલાચાલી ઉગ્ર બની જતં ચારેય જણે જયકુમાર પટેલ ઉપર હુમલો કરી ગાળો બોલી ધાકધમકીઓ
આપી હતી.
આ ઉપરાંત ગડદાપાટુનો માર મારીને કમરના
ભાગે તીક્ષ્ણ હથિયાર ઝીંકી ફરાર થઈ ગયા હતાં.આરોપીઓ ભાગી ગયા બાદ જયકુમારે પોતાના
પરિવાર અને મિત્રોને જાણ કરીને બોલાવ્યા હતાં. અને ત્યારબાદ જયકુમારને તાત્કાલિક
હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
આ
બનાવ અંગે જયકુમારે 3 ડિસેમ્બરના રોજ આણંદ શહેર પોલીસ મથકે ચાર શખ્સો સામે ઈપીકો
કલમ 324,323,504,506(2) અને 114 મુજબ ફરિયાદ નોંધાવી હતી. અને તેના આધારે પોલીસે
પૈતો અને તેના એક સાગરિત વિજયની ધરપકડ કરી હતી. હજુ બે ફરાર આરોપીઓની પોલીસ શોધખોળ
કરી રહી છે. અને આશા છેકે ટુંક સમયમાં અન્ય બે ફરાર આરોપીઓ પોલીસ સંકજામાં આવી
જશે.
(તસ્વીર : ઈકબાલ સૈયદ)
Article Written By