સંઘ પ્રદેશ દમણમાં
મંગળવારે સવારે ચાર વાગ્યે મોટી દમણ
ફોર્ટની અંદર આવેલી સબ જેલમાંથી 6 કેદીઓ જેલની આશરે 40 ફૂટ ઉંચી દિવાલ કૂદીને ભાગી જવાની ઘટના બનવા પામી હતી. જેમાં 3 કાચા કાનનાં કેદી અને ત્રણ પાકા કાનનાં કેદીઓનો સમાવેશ થયો હતો.
મળેલી માહિતી
મુજબ, આ જેલથી ભાગેલા કેદીઓએ રાત્રે જ ભાગી છૂટવા માટે અમુક દિવસો અગાઉથી જ ની તૈયારીઓ
શરૂ કરી દીધી હતી. જે પ્રમાણે જેલમાં ઓઢવા
માટે આપવામાં આવતા ચોરશા ચાદરની મદદથી આ તમામ 6 કેદીઓએ જેલની પાછળની દિવાલ પર ચારશાનું દોરડું બનાવી ઝાડી જંગલ અને જેવી
ખુલ્લી જગ્યાનો લાભ લઈ અંધારામાં ભાગી
છૂટ્યા હતા. મોટી દમણની સબ જેલમાં જ્યારે આ ભાગવાની ઘટનાં બની ત્યારે જેલની અંદર
કુલ 42 જેટલા કેદીઓ જેલની અંદર જ હતા. ભાગેલા 6 કૈદીઓ નાનીમોટી ચોરી અને તફડંચીની સજાઓ કાપી રહ્યા હતા. જેલની દિવાલ
કૂદીને ભાગનાર પૈકીના નામ નીચે જણાવેલ છે.
1. જનક સંજયભાઈ દેવીપૂજક ઉર્ફે કારીયો,
2.
સલીમ અકલીન સીદ્દીકી,
3. વિશાલ પ્રદ્યુમનસિંઘ ઠાકુર
4.વાસુદેવ ગિરધરદાસ
5.રાકેશ વિનાયક ઉર્ફે ગોપાલસિંઘ રાજપુત
6. ઉમેશ સુરેશ સોનવાને ઉર્ફે અબ્બા
ઉલ્લેખનીય છેકે
આ ઘટના બાદ પોલીસે ભાગેલા કેદીઓન પકડવા માટે ચક્રો ગતિમાન કરી દીધાં છે. આ ઘટના
બાદ દમણ પોલીસની મોટી લાપરવાહી આંખે આવીને વળગી છે.
( તેજસ દેસાઈ, પત્રકાર, વાપી )
Article Written By