ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ
ડાકોરમાં સોમવારે બનેલા એક બનાવે લોકોને ચોંકાવી દીધા હતા. જેમાં પુત્ર અને પુત્ર એકસાથે ગોમતી તળાવમાં
આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં પિતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને
પુત્રનો જીવ બચાવામાં લોકોને સફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ, સોમવારે 2 ડિસેમ્બરના
રોજ બપોર દરમ્યાન ડાકોર ખાતે આવેલ ગોમતી તળાવમાં પથિકાશ્રમ નજીક ઉમરેઠના રહેવાસી 62 વર્ષીય ગીરીશચંદ્ર શેઠ અને તેમનો 37 વર્ષીય
પુત્ર વિનય આત્મહત્યા કરવાના ઈરાદે
તળાવમાં ઝંપલાવ્યું હતું. જેમાં પિતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે વિનય
લોકોની નજરે ચઢી જતાં સ્થાનીય લોકોએ તેનો જીવ બચવામાં સફળતા મળી હતી. આ ઘટના બાદ તુરંત જ વિનયને કરમસદ હોસ્પિટલમાં
સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી
હાથ ધરીને આગળની તપાસ હાથ ધરી છે.( ફોટો : પપ્પુ ઉપાધ્યાય, મહેશ ભટ્ટ )Article Written By