આણંદ જિલ્લામાં પુરવઠા વિભાગ સક્રિય બની
જતાં ઘઉં અને મીઠાના જથ્થો પકડવામાં સફળતા મળી છે. છેલ્લા અનેક દિવસોથી પંથકમાં
ફરિયાદો ઉઠવા પામી હતી. જેને પગલે આણંદ જિલ્લામાં પુરવઠા વિભાગ છેલ્લા બે દિવસથી
તપાસનો ધમધમાટ તેજ કરી દીધો હતો. જેની અસરથી વાસદ નજીક આવેલા આંકલવાડી ગામમાંથી
176 કટ્ટા ઘઉં અને 1960 થેલી મીઠ્ઠાની મળી આવી છે.
મળતી માહિતી અનુસાર, આણંદના પુરવઠા વિભાગે
છેલ્લા બે દિવસથી તપાસનો ધમધમાટ તેજ કરી દીધો છે. જેને પગલે આંકલવાડી ગામથી એક અવડ
ઘર 1.33 લાખ જેટલી અંદાજિત કિંમતનો સરકારી
ઘઉંનો જથ્થો કોઈ મકાનમાં છુપાવી રહ્યો હતો. તે સરકારી અનાજનો જથ્થો પકડાયો હતો.
ગઈકાલથી સક્રિય બનેલી આ ટીમમાં જિલ્લા પુરવઠા અધિકારી આર.ટી.ઝાલા, ચીફ પુવરઠા
સપ્લાય ઈન્સ્પેક્ટર વી.ડી.રાઠોડ, એસ.એસ.નીનામાં સહિતસ્ટાફના જવાનો આંકલાવાડી ગામે
પહોંચી ગયા હતા.
હાલમાં આ ગેરકાયદે જથ્થાને સીઝ કરીને આ
જથ્થો છુપાવનાર તેમજ કેટલા સમયથી છે તેની તપાસ હાથ ધરી છે. ગરીબો માટે ફાળવવામાં
આવેલા સસ્તા ઘઉં તથા મીઠાનો આ જથ્થો બારોબાર કાળાબજારમાં વેચી મારવા માટે અહીંયા આ
જથ્થો છુપાવામાં આવ્યો હોય તેમ મનાઈ રહ્યું છે.
આ સંર્દભે પુરવઠા વિભાગે ગામના સરકારી
ગ્રાહકભંડારોના સંચાલકોની પુછપરછનો દોર હાથ ધર્યો છે. બીજી તરફ નાનકડાં એવા
ગામમાંથી આટલી મોટી માત્રામાં સરકારી અનાજનો જથ્થો પકડાતાં ગ્રામજનો પણ ચોંકી
ઉઠ્યાં હતાં. ( તસ્વીર - વિક્રમ પરમાર )
Article Written By

