નેશનલ હાઈ વે દિવસને દિવસે ખતરનાક બની
રહ્યો છે. સમયાંતરે થઈ રહેલા અકસ્માતોને કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાં
છે. રાત્રિ દરમ્યાન નેશનલ નંબર હાઈવે નંબર આઠ પર અકસ્માતોનો સીલસીલો વધી જવા
પામ્યો છે. ઉલ્લેખનીય છેકે વર્તમાન સમયમાં નેશનલ હાઈવે નંબર આઠ ઉપર કામગીરી ચાલી
રહી છે. જે માટે રોડનું બન્ને બાજુ ખોદાકામ થયેલ છે. જે કારણોસર રાત્રિ દરમ્યાન
અકસ્માતો વધી જવા પામ્યાં છે.
ગત રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ
અમદાવાદના બે યુવાનોએ રોડઅકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ,
નેશનલ હાઈવ ઉપર બોરીયાવી નજીક ગત રાત્રિના રોજ બેફામ ઝડપે આવી રહેલા ટેમ્પાએ
બાઈકને ટક્કર મારી હતી.
અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારના
ગાયત્રી નગરમાં રહેતા મોન્ટુભાઈ રતિલાલ અને મનિષ રાજુસિંહ નામના બે યુવાનો બાઈક
નં. જીજે 1 એમ એલ 2012 લઈ આણંદ આવ્યા હતાં. અને રાત્રે સવા નવ વાગ્યે તેઓ પરત
અમદાવાદ તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે બોરીયાવી હાઈવે પાસે તેમની ટક્કર કાચની ભંગાર
બોટલો ભરી આવી રહેલ ટેમ્પા નં. જીજે 6 વીવી 5119 સાથે થઈ હતી. આ જોરદાર ટક્કરમાં બાઈક
પર સવાર મોન્ટુ અને મનીષ નામના બન્ને યુવાનોનું મોત નિપજ્યં હતું. અકસ્માતને પગલે
ટેમ્પો પણ પલટી ખાઈ ગયો હતો. જે કારણે કાચની બોટલો રોડ પર ફેલાઈ ગઈ હતી. આ બનાવ
બાદ ટેમ્પાચાલક ભાગી ગયો હતો. આ બનાવ
અંગની જાણ થતાં જ આણંદ ગ્રામ્ય પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને તેમણે આગળી
કાર્યવાહી આરંભી દીધી છે.(તસ્વીર :ઈકબાલ સૈયદ )
Article Written By

