નેશનલ હાઈ વે દિવસને દિવસે ખતરનાક બની
રહ્યો છે. સમયાંતરે થઈ રહેલા અકસ્માતોને કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાં
છે. રાત્રિ દરમ્યાન નેશનલ નંબર હાઈવે નંબર આઠ પર અકસ્માતોનો સીલસીલો વધી જવા
પામ્યો છે. ઉલ્લેખનીય છેકે વર્તમાન સમયમાં નેશનલ હાઈવે નંબર આઠ ઉપર કામગીરી ચાલી
રહી છે. જે માટે રોડનું બન્ને બાજુ ખોદાકામ થયેલ છે. જે કારણોસર રાત્રિ દરમ્યાન
અકસ્માતો વધી જવા પામ્યાં છે.
E-PAPER
નાનકડાં ગામે ગરીબોનું સરકારી અનાજ ઝડપાયું
આણંદ જિલ્લામાં પુરવઠા વિભાગ સક્રિય બની
જતાં ઘઉં અને મીઠાના જથ્થો પકડવામાં સફળતા મળી છે. છેલ્લા અનેક દિવસોથી પંથકમાં
ફરિયાદો ઉઠવા પામી હતી. જેને પગલે આણંદ જિલ્લામાં પુરવઠા વિભાગ છેલ્લા બે દિવસથી
તપાસનો ધમધમાટ તેજ કરી દીધો હતો. જેની અસરથી વાસદ નજીક આવેલા આંકલવાડી ગામમાંથી
176 કટ્ટા ઘઉં અને 1960 થેલી મીઠ્ઠાની મળી આવી છે.
ફેડરેશનના ચેરમેન વિપલુ ચૌધરીની ચિંતા વધી
આણંદ સ્થિત ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની બેઠક મળી
હતી. જેમાં ફેડરેશનના ચેરમેન વિપુલ ચૌધરી સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર
થવા પામી છે. ચેરમેન વિપુલ ચૌધરી અને રામસિંહભાઈ પરમાર બેઠક શરૂ થવાની સાથે
પત્રકારોને એજન્ડા મળ્યાં ન હોવાનું જણાવી બેઠક છોડીને જતા રહ્યાં હતાં. જોકે
તેમની ગેરહાજરીમાં તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર થઈ ગઈ છે.
અપશુકનિયાળ રવિવાર : 7ના મોત, 15ને ઈજા
પંથકના તારાપુર વટામણ રોડ ઉપર આવેલ
ફાઉન્ટન હોટલ સામે રવિવારના રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ છોટા હાથી અને આઈશર
ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા સાત વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં.આ ભયાવહ
અકસ્માતમાં 15 લોકોને ઈજાઓ પહોંચી હતી.
( ફોટો : પપ્પુ પટેલ )
ડોર ટુ ડોર કામગીરીથી પરેશાન નાગરિકો
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં અનેક સોસાયટીના
રહીશો પાલિકા તંત્રની કામગીરીથી નારાજ છે. જેના જીવતા પુરાવા વર્તમાન સમયમાં જોવા
મળી રહ્યાં છે. નડિયાદ પાલિકા તંત્ર ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય તે હેતુથી
કામગીરી શરૂ કરી હતી. તે માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે પાલિકા તંત્રએ
જાહેરાતોનો સહારો લીધો હતો. પ્રારંભિક તબક્કે આ ડોર ટે ડોર કચરાનું કલેક્શન નિયમિત રીતે થઈ રહ્યું હતું.
તંત્રની ગાઢ નિંદ્રા તોડવા ધરણાંનો સહારો

ચરોતર પંથકમાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં નડિયાદવાસીઓ સહિત વડતાલ,પીજ,વસો, ઉત્તરસંડા જેવા અનેક ગામોને સીટી બસ સેવાનો લાભ મળતો થયો છે. અમુક મહિના અગાઉ ફરીથી મોટાપાયે શરૂ થયેલી સીટી બસ સેવાથી લોકો ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે. પરંતુ તેની સામે દાયકાઓથી નડિયાદ શહેરમાં યથાવત રહેલી ટ્રાફિક સમસ્યા અને પાર્કિગ સમસ્યાનો ઉકેલ લાવવામાં નગર પાલિકા તંત્ર અને પોલીસ ગાઢ નિંદ્રામાં રહેતા જાગૃત નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી છે. જેની અસરથી નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્રારા રવિવારે 1 ડિસેમ્બરના રોજ ધરણાંનું આયોનજ કર્યું હતું .તેમની માંગ હતી કે પોલીસ અને નગરપાલિકાના તંત્ર આ બાબતે જાગૃત થાય તે હિતાવહ છે.
કંપનીના બેજવાબદાર વલણ સામે યુવકનો અવાજ
વાપની પેપરમીલમાં સખત મહેનત કરીને પરસેવો
પાડી રહેલા મજૂરનો હાથ મશીનમાં આવી જતાં તેણે પોતાનો હાથ ગુમાવ્યો હતો. જે વર્તમાન
સમયમાં કામવિહોણો બની જતાં બીજાનો રોટલો અને ઓટલો શોધતો થઈ ગયો છે. કંપની તરફથી આ
ઘટના બાદ તેને કોઈપણ પ્રકારનું વળતર ન મળતાં તે વગર રૂપિયે ખોટા સિક્કા જેવો બની
ગયો છે.જોકે તેની આ રજૂઆત સાંભળનાર કોઈ નથી તે વાતે તેને વધારે દુખની લાગણી અનુભવી
રહ્યો છે.
માતમના પર્વ મહોરમને લઈને અનેરો ઉત્સાહ
તા.૧૩ નવેમ્બરનાં રોજ મહોરમ (તાજીયા)નો તહેવાર આવતો હોય ચરોતર પંથકમાં મુસ્લિમ બિરાદરો તાજિયા બની તૈયાર છે.મુખ્યત્વે દર વખતે મોહરમ તહેવારના બે મહિના અગાઉથી જ તાજિયાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. મોહરમના ચોથા ચાંદથી તાજિયા બેસાડવામાં આવશે. આગામી તા.14મી નવેમ્બરના રોજ કતલની રાત બાદ તા.15મી નવેમ્બરના રોજ શહેરના વિવિધ જળાશયોમાં તાજિયા ટાઢા કરાશે.
ચરોતરમાં વિજય વિશ્વાસ અને સ્નેહ મિલનનો રંગ
સોમવારે રાજકીય ગરમાવો સ્નેહ મિલન સમારંભ સ્વરૂપે જોવા મળ્યો હતો. 11મી નવેમ્બરે નડિયાદમાં કોંગ્રેસ દ્રારા સ્નેહ મિલન સમારંભનું આયોજન થયું. તો ભાજપ દ્રારા ચકલાસી ખાતે વિજય વિશ્વાસ સ્નેહ સંમેલન યોજાયો હતો. પ્રસ્તુત ફોટાઓમાં વરિષ્ઠ નેતાઓ સહિત કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહ આવનારી લોકસભાની ચૂંટણીને જોઈ શકાય છે.
(Photo By Nirav Soni, Published By CNA Team, Rakesh Panchal)
All right reserved by : ચરોતરનો અવાજ |












.jpg)


